અપડેટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોર્વે પહોંચ્યા, એરપોર્ટ તેમનું સ્વાગત કર્યું, જાણો વધુ વિગતે

ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ નોર્વે યાત્રા છે અને તેમને વિશ્વાસ છે કે તેનાથી ભારત-નોર્વે મિત્રતાને નવી ઊર્જા મળશે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નોર્વેની રાજધાની ઓસ્લો પહોંચ્યા. 43 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ નોર્વે યાત્રા છે. એરપોર્ટ પર નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરેએ તેમનું સ્વાગત કર્યું.

મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેઓ નોર્વે પહોંચી ગયા છે અને વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરેના ઉષ્માભર્યા સ્વાગત માટે આભારી છે. તેમણે કહ્યું કે ચાર દાયકાથી વધુ સમય પછી કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ નોર્વે યાત્રા છે અને તેમને વિશ્વાસ છે કે તેનાથી ભારત-નોર્વે મિત્રતાને નવી ઊર્જા મળશે.

મોદી નોર્વેના કિંગ હેરાલ્ડ પંચમ અને ક્વીન સોન્યા સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ વડાપ્રધાન સ્ટોરે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે.

19 મેના રોજ ઓસ્લોમાં ત્રીજી ભારત-નોર્ડિક શિખર સંમેલન યોજાશે. મોદીએ કહ્યું કે આ તેમના નોર્ડિક સમકક્ષોને મળવાનો એક શાનદાર અવસર હશે. આ સમિટમાં નોર્વે, સ્વીડન, ડેનમાર્ક, ફિનલેન્ડ અને આઇસલેન્ડના નેતાઓ ભાગ લેશે.