અપડેટ@દેશ: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના માલદા ટાઉનથી દેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે

વંદે ભારત સ્લીપરની મહત્તમ સ્પીડ 180 kmph છે. તે પશ્ચિમ બંગાળના હાવડાથી ગુવાહાટી  વચ્ચેનું 958 કિલોમીટરનું અંતર માત્ર 14 કલાકમાં કાપશે.
 
અપડેટ@દેશ: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના માલદા ટાઉનથી દેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના માલદા ટાઉનથી દેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે.વંદે ભારત સ્લીપરની મહત્તમ સ્પીડ 180 kmph છે. તે પશ્ચિમ બંગાળના હાવડાથી ગુવાહાટી વચ્ચેનું 958 કિલોમીટરનું અંતર માત્ર 14 કલાકમાં કાપશે.

ટ્રેનની કુલ મુસાફર ક્ષમતા 1128 છે. તેના 16 કોચમાંથી 11 એસી-3 ટાયર કોચ, ચાર એસી-2 ટાયર કોચ અને એક ફર્સ્ટ એસી કોચ છે. સ્લીપર ટ્રેનના થર્ડ એસીનું ભાડું ₹2,300 નક્કી કરવામાં આવ્યું છે. સેકન્ડ એસીનું ભાડું ₹3,000 હશે. ફર્સ્ટ એસીનું ભાડું આશરે ₹3,600 છે. ટ્રેનમાં કવચ સેફ્ટી સિસ્ટમ, મોર્ડન ટોયલેટ, મોર્ડન પેન્ટ્રીની સાથે આરામદાયક કુશનિંગ કરવામાં આવ્યું છે.