અપડેટ@દેશ: રાહુલે ફરી એકવાર ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધ્યું
ચીને લદ્દાખમાં દિલ્હી જેટલી જમીન હડપી લીધી તો પણ મોદી ચૂપ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશના નેતાઓ એકબીજા પર અવાર-નવાર નિશાન સાંધતા હોય છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસના છેલ્લા દિવસે મંગળવારે મોડી રાત્રે નેશનલ પ્રેસ ક્લબમાં બેઠક યોજી હતી. આ દરમિયાન રાહુલે ફરી એકવાર ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ચીને લદ્દાખમાં દિલ્હી જેટલી જમીન પર કબજો જમાવ્યો છે. પીએમ મોદી ચીનને કાબુમાં કરી શકતા નથી.
રાહુલ ગાંધીએ પીએમ મોદી, ભાજપ, અનામત, જાતિ ગણતરી, બાંગ્લાદેશની સ્થિતિ, ભારત-ચીન-અમેરિકા સંબંધો પર પણ ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કરાયા હતા, તો પણ ચૂંટણી લડી હતી. હું કોઈ લોકશાહી વિશે જાણતો નથી જ્યાં આવું થાય છે. છેલ્લા 10 વર્ષોમાં ભારતીય લોકશાહી પર હુમલો કરવામાં આવ્યો છે. તેથી તે ખૂબ જ નબળી પડી ગઈ છે.
રાહુલ ગાંધી બુધવારે વોશિંગ્ટનમાં કેપિટોલ હિલ ખાતે યુએસ કોંગ્રેસ (સંસદ)ના અનેક નેતાઓ સાથે મુલાકાત કરશે. આ સિવાય થિંક ટેન્ક સાથે પણ વાતચીત કરશે. આ પછી શિકાગો જવા રવાના થશે.