અપડેટ@દેશ: એરપોર્ટ સિસ્ટમમાં સર્વર ડાઉન થવાને કારણે અનેક મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા

દિલ્હી અને મુંબઈ સહિત અનેક એરપોર્ટ પર મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.
 
અપડેટ@દેશ: એરપોર્ટ સિસ્ટમમાં સર્વર ડાઉન થવાને કારણે મુસાફરોને અનેક મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિલ્હી અને મુંબઈ સહિત અનેક શહેરોના એરપોર્ટ સિસ્ટમમાં સર્વર ડાઉન થવાને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નેવિટેયર પેસેન્જર સર્વિસ સિસ્ટમમાં આવેલી ટેકનિકલ ખામીને કારણે ગુરુવારે સવારે દિલ્હી અને મુંબઈ સહિત અનેક એરપોર્ટ પર મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હી એરપોર્ટ પર આ સમસ્યા સવારે 6:45 થી 7:30 વાગ્યાની વચ્ચે રહી હતી, જેના કારણે ઈન્ડિગો, અકાસા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ જેવી એરલાઈન્સની કામગીરી પ્રભાવિત થઈ હતી. સર્વર ડાઉન હોવાને કારણે પેસેન્જર લોગનું સંચાલન મેન્યુઅલ રીતે કરવું પડ્યું હતું, જેના પરિણામે ચેક-ઈન કાઉન્ટર્સ પર મુસાફરોની લાંબી કતારો લાગી ગઈ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિગોએ 25 મિનિટની અંદર આ ટેકનિકલ ખામીને સુધારી લીધી હતી, જ્યારે સવારે 7:30 વાગ્યા સુધીમાં ટેકનિકલ ફોલ્ટ સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવ્યો હતો. મુંબઈ એરપોર્ટ પર પણ મુસાફરોએ આ સર્વર સમસ્યાને કારણે ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી.

નેવિટેયર સર્વર ડાઉન થવાની સૌથી વધુ અસર મુસાફરોની બોર્ડિંગ અને ચેક-ઈન પ્રક્રિયા પર પડી. દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર સિસ્ટમ કામ ન કરવાને કારણે એરલાઈન્સ સ્ટાફને કાગળો પર મેન્યુઅલ એન્ટ્રી કરવી પડી હતી. આ ધીમી પ્રક્રિયાને કારણે એરપોર્ટના પ્રસ્થાન વિસ્તારમાં ભારે ભીડ જમા થઈ ગઈ અને મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી હતી.

ટેકનિકલ ખામીનો ભોગ મુખ્યત્વે એવી એરલાઈન્સ બની જે નેવિટેયરનો ઉપયોગ કરે છે. ઈન્ડિગો, અકાસા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના મુસાફરોને સૌથી વધુ મુશ્કેલી પડી હતી. જોકે, ઈન્ડિગોએ તત્પરતા દાખવીને 25 મિનિટની અંદર પોતાના સ્તરે આ ગ્લિચ સુધારી લીધી હતી, પરંતુ સમગ્ર સિસ્ટમને સામાન્ય થવામાં સવારે 7:30 વાગ્યા સુધીનો સમય લાગ્યો હતો.