અપડેટ@દેશ: શિવસેનાના નેતા પર નિહંગોનો જીવલેણ હુમલો, તલવારથી એક પછી એક વાર કર્યા

તલવારથી એક પછી એક વાર કર્યા
 
અપડેટ@દેશ: શિવસેનાના નેતા પર નિહંગોનો જીવલેણ હુમલો, તલવારથી એક પછી એક વાર કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં હુમલાના કેટલાક બનાવો સામે આવતા હોય છે.  પંજાબના લુધિયાણામાં શુક્રવારે બપોરે શિવસેના તકસાલી નેતા તથા સુખદેવ થાપરના વંશજ સંદીપ થાપર પર સિવિલ હોસ્પિટલની બહાર 3 નિહંગોએ હુમલો કર્યો. નિહંગોએ ધોળા દિવસે રસ્તા વચ્ચે તેમના વાહનને ઘેરી લીધું અને તેમના પર તલવારથી હુમલો કર્યો. પોલીસે ફતેહગઢ સાહિબથી 2 નિહંગોની ધરપકડ કરી છે. એક આરોપી હાલ પણ ફરાર છે. પોલીસ તેમની તપાસમાં દરોડા પાડ્યા છે.

પોલીસ કમિશનર કુલદીપ ચહલે જણાવ્યું કે, એસએસપી ફતેહગઢ સાહિબ રવજોત ગ્રેવાલની ટીમે તેમની યુનિવર્સિટી નજીકથી ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ બાબા બુઢા જૂથના છે. આરોપીઓના તમામ રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.

શિવસેના નેતાનું સ્કૂટર પણ મળી આવ્યું છે. શિવસેના નેતા સાથે હાજર પોલીસ બંદૂકધારી વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. જો તે પણ દોષી સાબિત થશે તો તેની સામે પણ તપાસ શરૂ કરવામાં આવશે.


હુમલા સમયે ગનમેન સંદીપ સાથે હાજર હતો. તેની પાસે રિવોલ્વર હતી, પરંતુ નિહંગોએ તે છીનવી લીધી. આ પછી બંદૂકધારી પોતાનો બચાવ કરવાને બદલે એક બાજુ ખસી ગયો. હુમલા બાદ નિહંગો સંદીપનું સ્કૂટર લઈને ફરાર થઈ ગયા હતા. આ પછી સંદીપને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેની ગંભીર હાલતને જોતા તેને CMCમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ હિંદુ નેતાઓ રોષે ભરાયા હતા અને રોડ બ્લોક કરી દીધો હતો. જેને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વાતાવરણ તણાવપૂર્ણ છે.

હિન્દુ નેતાઓએ આવતીકાલે લુધિયાણા બંધનું એલાન આપ્યું છે. તેમણે કહ્યું કે જો આરોપીઓ નહીં પકડાય તો તેઓ સમગ્ર પંજાબમાં વિરોધ પ્રદર્શન કરશે. કેન્દ્રીય રાજ્ય મંત્રી રવનીત બિટ્ટુ અને લુધિયાણાના સાંસદ અમરિંદર સિંહ રાજા વાડિંગ દ્વારા આ ઘટનાની સખત નિંદા કરવામાં આવી હતી. તેણે પોલીસને આરોપીને પકડવા સૂચના આપી.

લુધિયાણા પશ્ચિમના AAP ધારાસભ્ય ગુરપ્રીત ગોગીએ કહ્યું કે જેણે પણ અમારા શહેરને આગ લગાડવાનો પ્રયાસ કર્યો તેને બક્ષવામાં આવશે નહીં. આ અંગે હું પોલીસ કમિશનર સાથે વાત કરીશ.