અપડેટ@દેશ: સુભેન્દુ અધિકારી આજે બપોરે પશ્ચિમ બંગાળના સીએમ પદના શપથ લેશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુભેન્દુ અધિકારી આજે બપોરે પશ્ચિમ બંગાળના સીએમ પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે. સમારોહમાં PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત NDAના અનેક મોટા નેતાઓ હાજર રહેશે.
શુક્રવારે કોલકાતામાં કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં સુભેન્દુને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. બેઠક બાદ અમિત શાહે તેમના નામની જાહેરાત કરી. ત્યારબાદ સુભેન્દુ લોકભવનમાં રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.
કોલકાતાના જે ગ્રાઉન્ડમાં શપથ સમારોહ યોજાશે. ત્યાં વોટરપ્રૂફ ટેન્ટ લગાવવામાં આવશે, આ ઉપરાંત મેદાનમાં ઝાલમુડી અને રસગુલ્લાનો સ્ટોલ પણ લગાવવામાં આવશે. પંડાલને બંગાળની થીમમાં સજાવવામાં આવશે. કાર્યક્રમમાં એક લાખ લોકો આવવાની સંભાવના છે. સુરક્ષામાં 4 હજાર જવાનો તૈનાત કરવામાં આવશે.
વીઆઈપી મહેમાનો માટે લંચમાં આલુ દમ, કાળી દાળ, પુલાવ, મિક્સ વેજ, મસાલા કુલ્ચા, અથાણું અને સલાડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બંગાળી ડિશ બેંગન ભાજા શાક અને આલુ પોશ્તો પણ પીરસવામાં આવશે. મીઠાઈમાં ગુલાબ-જામુન આપવામાં આવશે.

