અપડેટ@દેશ: અમરનાથમાં બનતા પવિત્ર શિવલિંગનું કદ એક ફૂટ રહી ગયું, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરનાથ યાત્રાના માત્ર 3 દિવસમાં જ 90% શિવલિંગ ઓગળી ગયું. ઊંચાઈ માત્ર એક ફૂટ બાકી રહી, 57 દિવસની યાત્રામાં હવે બાકીના શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે કે કેમ?
અમરનાથમાં બનતા પવિત્ર શિવલિંગનું કદ એક ફૂટ રહી ગયું છે. સોમવારે એક ફૂટના બાબા બરફાનીનો ફોટો સામે આવ્યો. 57 દિવસ ચાલતી યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ હતી.
છેલ્લા 3 દિવસમાં 56 હજારથી વધુ યાત્રાળુઓ દર્શન કરી ચૂક્યા છે. આ આંકડો ગયા વર્ષ કરતાં 18.6% વધુ રહ્યો.
2025માં પહેલા ત્રણ દિવસમાં 47,972 શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. યાત્રા માટે આ વર્ષે 4 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
23 મેના રોજ BSFના જવાનોએ જે તસવીર જાહેર કરી હતી, તેમાં શિવલિંગનું કદ લગભગ 7 ફૂટ હતું. 29 જૂને પ્રથમ પૂજાના દિવસે પણ હિમલિંગની ઊંચાઈ 5 ફૂટથી વધુ હતી. 6 જુલાઈએ સામે આવેલી તસવીરમાં હિમલિંગ લગભગ 90% ગાયબ થઈ ચૂક્યું છે.
48 કિમી લાંબા નૂનવાન-પહેલગામ રૂટ અને 14 કિમીના નાના પણ મુશ્કેલ બાલતાલ રૂટ પરથી સતત યાત્રીઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. યાત્રા 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂરી થશે.

