અપડેટ@દેશ: આજે 80મો સ્વતંત્રતા દિવસ, વડાપ્રધાન મોદી 13મી વખત ત્રિરંગો ફરકાવશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં 80મો સ્વતંત્રતા દિવસ આજે ઉજવવામાં આવશે. પીએમ મોદી સતત 13મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવશે. આ વખતે લાલ કિલ્લા પરથી પ્રથમ વખત વંદે માતરમ ગાવામાં આવશે.
લાલ કિલ્લા પર લગભગ 3 કલાકનો કાર્યક્રમ હશે. સૌથી પહેલા સશસ્ત્ર દળો અને દિલ્હી પોલીસના જવાનો વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપશે. તે પછી રાષ્ટ્રગીત થશે, પીએમ રાષ્ટ્રધ્વજ ફરકાવશે પછી રાષ્ટ્રગાન થશે.
પછી 21 તોપોની સલામી આપવામાં આવશે. તે પછી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા થશે. પીએમનું લાલ કિલ્લા પરથી સંબોધન થશે. 2,500 NCC કેડેટ્સ અને માય ભારત વોલન્ટિયર્સ જ્ઞાનપથ પર વંદે માતરમની આકૃતિ બનાવશે.
કાર્યક્રમની સુરક્ષામાં 15-20 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 1,000થી વધુ CCTV કેમેરા દ્વારા નિગરાની કરવામાં આવી રહી છે. 5000 વિશેષ મહેમાનો આવી રહ્યા છે.
સ્વતંત્રતા દિવસ 2026: યુવાનો પર ફોકસ
ઇન્ટરનેશનલ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટિકલ ઓલિમ્પિયાડ 2026ના 19 મેડલ વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.
યુવા ઇનોવેટર્સ, PM ઇન્ટર્નશિપ યોજનાના ઇન્ટર્ન અને સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા યુવાનોને વિશેષ અતિથિ બનાવવામાં આવશે.
PM કૌશલ્ય વિકાસ યોજના હેઠળ પ્રશિક્ષિત યુવાનો અને માય ભારત વોલન્ટિયર્સ પણ સામેલ થશે.
NAMASTE, PM AJAY અને SEED યોજનાઓના લાભાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
દિલ્હી સરકારની શાળાઓના ક્વિઝ અને સ્પર્ધાઓમાં પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ પણ વિશેષ અતિથિ હશે.

