અપડેટ@દેશ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક મહત્વની ડીલ થઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ પર મહોર લાગી ગઈ છે. મેલબોર્નમાં પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બનીઝે મીટિંગ બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સંરક્ષણ, વેપાર, ઊર્જા, અવકાશ અને મહત્વપૂર્ણ ખનિજો સહિત અનેક ક્ષેત્રોમાં કરારોની જાહેરાત કરી.
મોદીએ કહ્યું- ઓસ્ટ્રેલિયાથી ભારતને યુરેનિયમ મળવાથી ભારતના સ્વચ્છ ઊર્જા મિશનને મજબૂતી મળશે. તેમણે જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા મળીને ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર પણ વિકસાવશે. કોકોસ ટાપુ પર સ્પેસ ટ્રેકિંગ ટર્મિનલ બનાવવામાં આવશે, જેનાથી ભારતના ગગનયાન મિશનને મદદ મળશે.
બંને દેશોએ ઓસ્ટ્રેલિયા-ભારત સાયબર, ક્રિટિકલ ટેકનોલોજી અને સપ્લાય ચેઇન પાર્ટનરશિપ શરૂ કરવા પર સહમતિ દર્શાવી છે. આ અંતર્ગત બંને દેશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર, સાયબર સિક્યુરિટી અને ડિજિટલ રેઝિલિયન્સ જેવા ક્ષેત્રોમાં સાથેમળીને રિસર્ચ કરશે.

