અપડેટ@દેશ: હાથમાં ત્રિશૂલ, ડમરુ અને આખા શરીરમાં ભભૂત લગાવી સાધુઓએ પહેલું અમૃત સ્નાન કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં મહાકુંભની શરૂઆત થઇ ગઈ છે. કરોડો લોકો આ મેળામાં પહોચ્યા હતા. મહાકુંભનું પ્રથમ અમૃત સ્નાન શરૂ થઈ ગયું છે. હાથમાં તલવાર-ત્રિશૂલ, ડમરુ અને આખા શરીરમાં ભભૂત લગવી ઘોડા અને રથની સવારી. નાગા ઋષિ-મુનિઓ હર-હર મહાદેવના નારા લગાવતા સંગમ પહોંચી રહ્યા છે.
નિર્વાણી-નિરંજની અખાડાના સંતોએ સ્નાન કર્યું છે. હવે જુના અખાડા સંત સંગમ માટે રવાના થયા છે. નાગા સાધુઓના સ્નાનને જોવા માટે સંગમ વિસ્તારમાં લગભગ 15 થી 20 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. દેશ-દુનિયામાંથી ભક્તો ઋષિ-મુનિઓના આશીર્વાદ લેવા આતુર છે. સંગમ તરફ જતા તમામ રસ્તાઓ પર 8 થી 10 કિમી સુધી ભક્તોની શોભાયાત્રા છે.
તમામ 13 અખાડાઓને સ્નાન માટે અલગ-અલગ 30-40 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. વિશ્વભરના મીડિયા અને 50 થી વધુ દેશોના ભક્તો સંગમમાં છે. મહાકુંભમાં 60 હજાર પોલીસકર્મી અને અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત છે. પ્રયાગરાજમાં વાહનોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.
DGP પ્રશાંત કુમારે કહ્યું- સવારે 7 વાગ્યા સુધીમાં 1 કરોડ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે. તુર્કીની મુસ્લિમ મહિલા પિનારએ મહાકુંભમાં સ્નાન કર્યું હતું. કહ્યું- મિત્રો પાસેથી મહાકુંભ વિશે સાંભળ્યું હતું. મને ઘણા સમયથી ભારત આવવાની અને જોવાની ઈચ્છા હતી. તે આજે પૂર્ણ થયું હતું.