અપડેટ@દેશ: બદ્રીનાથના રસ્તે પહાડનો મોટો ભાગ પડતાં રસ્તો બ્લોક, જાણો વધુ વિગતે

પહાડનો મોટો ભાગ પડતાં રસ્તો બ્લોક 
 
અપડેટ@દેશ: બદ્રીનાથના રસ્તે પહાડનો મોટો ભાગ પડતાં રસ્તો બ્લોક, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલ વરસાદની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.  ​​​​​​ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે ત્રણ લોકોના મોત થયા છે.

હલ્દવાની, બનબસા, ટનકપુર, સિતારગંજ અને ખટીમામાં હાલત સૌથી ખરાબ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સિસ્ટમે જણાવ્યું હતું કે ભૂસ્ખલનના કાટમાળને કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 200થી વધુ ગ્રામીણ રસ્તાઓ હજુ પણ બંધ છે. ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર પાતાલગંગા લંગસી ટનલ પર પહાડનો મોટો ભાગ પડતાં રસ્તો બ્લોક થઈ ગયો હતો.

જ્યારે આસામમાં બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓનું જળસ્તર ભયજનક સ્તરથી નીચે આવી ગયું છે. રાજ્યમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો છે અને 26 જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા ઘટીને લગભગ 17.17 લાખ થઈ ગઈ છે. જો કે મંગળવારે 7 લોકોના મોત થયા હતા. પૂર અને વરસાદમાં અત્યાર સુધીમાં 92 લોકોએ જીવ ગુમાવ્યા છે.

બિહારમાં ગંડક, કોસી, બાગમતી, કમલા સહિતની ઘણી નદીઓમાં પૂર આવ્યું છે. જેના કારણે ગોપાલગંજ, બેતિયા અને બગહામાં પૂર જેવી સ્થિતિ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વીજળી પડવાથી 4 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.