અપડેટ@દેશ: ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો

તેમણે ટ્રોફી વિના ઉજવણી કરવાનું શરૂ કર્યું.
 
અપડેટ@દેશ: ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભારતે પાકિસ્તાનને અંતિમ ઓવરમાં 5 વિકેટે હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો.સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન એવી મોમેન્ટ્સ આવી, જેણે એશિયા કપને વધુ રોમાંચક બનાવ્યો. ફાઈનલમાં પાકિસ્તાનના હારિસ રઉફને બોલ્ડ કર્યા પછી જસપ્રીત બુમરાહે જેટ ક્રેશનો તેની સામે ઈશારો કર્યો.

ટુર્નામેન્ટ જીત્યા પછી ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો. ત્યાર બાદ તેમણે ટ્રોફી વિના ઉજવણી કરવાનું શરૂ કર્યું.

અગાઉ 14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામેની મેચ દરમિયાન ભારતે જીત પછી હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો અને પછી તેનો ડ્રેસિંગ રૂમ પણ બંધ કરી દીધો હતો.