અપડેટ@ઝારખંડ: હેમંત સોરેનની જેએમએમ ફરી સત્તામાં આવશે, જાણો વધુ વિગતે
81 બેઠકો પર મતગણતરી દરમિયાન વલણો અનુસાર, JMM ગઠબંધન 54 બેઠકો પર આગળ છે. આ આંકડો 41ની બહુમતી કરતાં 13 બેઠકો વધુ છે.
Nov 23, 2024, 17:39 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. કેટલાકની જીત તો કેટલાકની હાર જોવા મળી છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના વલણો અનુસાર હેમંત સોરેનની જેએમએમ ફરી સત્તામાં આવશે તે નિશ્ચિત છે.
81 બેઠકો પર મતગણતરી દરમિયાન વલણો અનુસાર, JMM ગઠબંધન 54 બેઠકો પર આગળ છે. આ આંકડો 41ની બહુમતી કરતાં 13 બેઠકો વધુ છે. ભાજપ ગઠબંધન 29 બેઠકો પર આગળ છે. અન્ય 1 સીટ પર આગળ ચાલી રહ્યું છે.
રાજ્યની 81 બેઠકો પર 13 અને 20 નવેમ્બરે મતદાન થયું હતું, જેમાં 68% મતદાન થયું હતું. આ અત્યાર સુધીની સૌથી વધુ મતદાન ટકાવારી છે. અહીં સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 41 છે.