અપડેટ@કેરળ: UPI દ્વારા પેમેન્ટ કરવા માટે મોબાઈલની જરૂર નહીં પડે, માત્ર આ રિંગથી જ થઈ જશે કામ
માત્ર આ રિંગથી જ થઈ જશે કામ
Sep 6, 2023, 09:30 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવે તમે મોબાઈલ ફોન વગર માત્ર એક રીંગ વડે UPI પેમેન્ટ કરી શકશો.કેરળના તિરુવનંતપુરમની સ્ટાર્ટઅપ કંપની Acemoney એ આ વિકલ્પ રજૂ કર્યો છે જેના દ્વારા તમે ફોનનો ઉપયોગ કર્યા વિના પણ તમારી UPI ચુકવણી કરી શકો છો.Acemoneyની સ્માર્ટ રિંગ લોન્ચ કરવા પાછળનું કારણ એ છે કે જો તમારી પાસે રોકડ ન હોય તો તમે સ્માર્ટ રિંગ દ્વારા જ સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકો છો.
આ સ્પેશિયલ રિંગ ઝિર્કોનિયા સિરામિકમાંથી બનાવવામાં આવી છે જેના કારણે તેને કોઈ પણ પ્રકારના સ્ક્રેચની અસર થશે નહીં.આ રિંગનો ઉપયોગ કરવા માટે તમારે ફોનની જરૂર નથી. આમાં માત્ર પેમેન્ટ ટર્મિનલ પર રાખવાનું રહેશે.આ પછી તમને પેમેન્ટ પહેલા બીપનો અવાજ સંભળાશે અને તે પછી પેમેન્ટ ફોન વગર થઈ જશે.
હવે મોબાઈલની જરૂર નહિ પડે.રીંગ વડે કામ થઇ જશે.આ રીંગ બહુજ ઉપયોગી બની છે.