અપડેટ@મણિપુર: ભારતીય સેનાના એક સૈનિકની અજાણ્યા વ્યક્તિઓ દ્વારા અપહરણ કરીને હત્યા

માર્યા ગયેલા સૈનિક રજા પર હતા 
 
 અપડેટ@મણિપુર:  ભારતીય સેનાના એક સૈનિકની અજાણ્યા વ્યક્તિઓ દ્વારા અપહરણ કરીને હત્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

સેના તરફથી મળેલી માહિતી મુજબ કોન્સ્ટેબલ સેર્ટોનું સવારે 10 વાગ્યાની આસપાસ તેના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાના સાક્ષી એવા તેમના 10 વર્ષના પુત્રના નિવેદન અનુસાર, તેમણે કહ્યું કે અચાનક ત્રણ બદમાશો ઘરમાં ઘૂસ્યા, તે સમયે કોન્સ્ટેબલ સેર્ટો થંગથાંગ ઘરના વરંડામાં બેસીને તેની સાથે વાત કરી રહ્યાં હતાં. અચાનક, તેઓએ તેના પિતાના માથા પર પિસ્તોલ તાકી અને તેને બળજબરીથી સફેદ કારમાં બેસાડીને તેમની સાથે લઈ ગયા.

સ્થાનિક પોલીસ અને સેના સતત સૈનિકની શોધ કરી રહી હતી જ્યારે અચાનક તેનો મૃતદેહ ઇમ્ફાલ પૂર્વના સોગોલમાંગ પોલીસ સ્ટેશન હેઠળના મોંગજામની પૂર્વમાં ખુનિંગથેક ગામમાં મળ્યો. તેની ઓળખની પુષ્ટિ તેના ભાઈ અને સાળા દ્વારા કરવામાં આવી છે. જેમણે કહ્યું કે સૈનિકની હત્યા તેના માથામાં એક જ ગોળીથી કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

સેના પાસેથી મળેલી માહિતી મુજબ, બહાદુર સૈનિકના પરિવારમાં તેની પત્ની, એક પુત્રી અને એક પુત્ર છે. પરિવારની ઈચ્છા મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સેનાએ શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ મદદ કરવા માટે દિલ્હીથી એક ટીમ મોકલી છે. સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે આ હત્યાકાંડની સખત નિંદા કરે છે અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારની સાથે છે.