અપડેટ@દેશ: હવાઈ ​​હુમલામાં 300થી વધુ લોકોનાં મોત નીપજ્યા, જાણો વધુ વિગતે

ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે તેઓ હુમલાની યોજના બનાવી રહેલા આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યા હતા.
 
અપડેટ@દેશ: હવાઈ​​હુમલામાં 300થી વધુ લોકોનાં મોત નીપજ્યા, જાણો વધુ વિગતે  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં હુમલાની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ઇઝરાયલે ગાઝામાં ફરી હુમલા શરૂ કર્યા છે. ઇઝરાયલ સંરક્ષણ દળોના જણાવ્યા અનુસાર, વાયુસેનાએ ગાઝામાં હમાસનાં ઠેકાણાં પર હવાઈહુમલો કર્યો છે. અલ જઝીરાના મતે, આ હુમલાઓમાં અત્યારસુધીમાં 300થી વધુ લોકો માર્યા ગયા છે, સેંકડો ઘાયલ થયા છે.

19 જાન્યુઆરીએ ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ શરૂ થયા પછી ગાઝામાં ઇઝરાયલનો આ સૌથી મોટો હુમલો છે. ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે તેઓ હુમલાની યોજના બનાવી રહેલા આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યા હતા.

ઇઝરાયલે છેલ્લાં બે અઠવાડિયાંથી ગાઝામાં ખોરાક, દવા, બળતણ અને અન્ય પુરવઠાના પ્રવાહને અવરોધિત કર્યો છે અને હમાસને યુદ્ધવિરામ કરારમાં ફેરફારો સ્વીકારવાની માગ કરી છે.