અપડેટ@પાકિસ્તાન: જામિયા હક્કાનિયા મદરેસામાં વિસ્ફોટ, 5 લોકોનાં મોત
વિસ્ફોટમાં 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Feb 28, 2025, 18:04 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાકિસ્તાનના જામિયા હક્કાનિયા મદરેસામાં વિસ્ફોટ થયો હતો. આ હુમલો તાલિબાનના ગોડફાધરના પુત્ર હમીદુલ હક હક્કાનીને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેનું મોત થયું છે. આ ઉપરાંત 5 લોકો માર્યા ગયા છે.
આ બ્લાસ્ટ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અકોરા ખટ્ટક જિલ્લામાં થયો હતો. સ્થાનિક પોલીસ અધિકારી અબ્દુલ રશીદે જણાવ્યું હતું કે વિસ્ફોટમાં 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. અત્યારસુધી કોઈપણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.