અપડેટ@રાજસ્થાન: મિલિટ્રી ઇન્ટેલિજન્સે 6 શકમંદ શખ્સોને પકડયા,આર્મીના સ્કેન કરેલા ફેક આઇડી મળ્યા

ચાર મધ્યપ્રદેશના અને બે ગુજરાતના 
 
અપડેટ@રાજસ્થાન: મિલિટ્રી ઇન્ટેલિજન્સે 6 શકમંદ શખ્સોને પકડયા,આર્મીના સ્કેન કરેલા ફેક આઇડી મળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મિલિટ્રી ઇન્ટેલિજન્સે પોખરણમાં ટોલ નાકા નજીકથી 6 શકમંદ શખ્સોને પકડયા છે. આ 6 શકમંદો પૈકી ચાર મધ્યપ્રદેશના અને બે ગુજરાતના છે.પ્રાપ્ત અહેવાલો મુજબ શકમંદોની બે કાર પણ મિલિટ્રી ઇન્ટેલિજન્સ દ્વારા કબ્જે લેવાઇ છે. બંને કાર પર 'આર્મી' લખેલું હતું. બે શકમંદો પાસેથી સૈન્યના અધિકારીઓના સ્કેન કરેલા ફેક આઇડેન્ટિટી કાર્ડ પણ મળી આવ્યા હતા.

અટકમાં લેવાયેલા શકમંદોને પોખરણ પોલીસને સોંપી દેવાયા હતા. તેમનો ઇરાદો શું હતો? તેઓ સૈન્યના આઇડી કાર્ડ સ્કેન કરીને ક્યાંથી લાવ્યા હતા? વગેરે બાબતોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.