અપડેટ@મુંબઈ: દેશનો સૌથી મોંઘા સુપરસ્ટાર રજનીકાંત બન્યો,Jailerની ફી જાણીને નવાઈ લાગશે

રજનીકાંત મોંઘી કારોના ખૂબ જ ચાહક છે. 
 
અપડેટ@મુંબઈ: દેશનો સૌથી મોંઘા એક્ટર સુપરસ્ટાર રજનીકાંત બન્યા, Jailerની ફી જાણીને નવાઈ લાગશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રજનીકાંતની ફિલ્મને લઈને ચાહકોમાં શાનદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. 'જેલર'એ આખી દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે. 10 ઓગસ્ટે રિલીઝ થયેલી જેલરની શાનદાર કમાણી હજુ પણ બોક્સ ઓફિસ પર અકબંધ છે. રજનીકાંતની ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને વિશ્વભરમાં લગભગ 600 કરોડની કમાણી કરી.આ દરમિયાન ફિલ્મના હીરો રજનીકાંતની ફીને લઈને એક મોટો ખુલાસો થયો છે. જે જાણીને તમે પણ હચમચી જશો.

આ જાણકારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટ્રેકર મનોબાલા વિજયને પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આપી છે. પોતાના ટ્વીટમાં રજનીકાંતની તસવીર શેર કરતા તેણે લખ્યું કે, જાણવા મળ્યું છે કે કલાનિધિ મારન દ્વારા રજનીકાંતને આપવામાં આવેલ ચેક 100 કરોડ રૂપિયાનો છે. આ ચેક જેલરના નફાની વહેંચણી માટે છે. આ સિવાય રજનીકાંતને ફિલ્મની ફી 110 કરોડ રૂપિયા મળી ચૂકી છે. એકંદરે સુપરસ્ટારને જેલર માટે 210 કરોડ રૂપિયા મળ્યા છે. આ રીતે રજનીકાંતનું નામ હવે દેશના સૌથી મોંઘા અભિનેતાઓમાં સામેલ થઈ ગયું છે. જો કે, હજુ સુધી આ આધાર પર કોઈ પુષ્ટિ થઈ નથી.

ફિલ્મની કમાણી

તમને જણાવી દઈએ કે નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત જેલર બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. બહુ ધામધૂમ વિના રિલીઝ થયેલી 'જેલર'એ અક્ષય કુમારની 'ઓહ માય ગોડ 2' અને સની દેઓલની 'ગદર 2'ને પણ માત આપી છે. આ બંને ફિલ્મોના એક દિવસ પહેલા રિલીઝ થયેલી જેલરે ભારતમાં અત્યાર સુધીમાં 328.20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે વિશ્વભરમાં 572.8 નો બિઝનેસ કર્યો છે.

જણાવી દઈએ કે આ ફિલ્મમાં રજનીકાંત સિવાય તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન, વસંત રવિ અને વિનાયકન મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે. જ્યારે મોહનલાલ, જેકી શ્રોફ અને શિવ રાજકુમાર જેલરમાં કેમિયો રોલમાં છે.

રજનીકાંત કરોડોના માલિક છે

આજે તેમની નેટવર્થ અને તેમની પાસે રહેલી મોંઘી સંપત્તિ પર એક નજર કરીએ તો સેલિબ્રિટી નેટ વર્થ અનુસાર ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા રજનીકાંતની નેટવર્થ 430 કરોડ રૂપિયાથી વધુ છે. ફોર્બ્સ અનુસાર અભિનેતા 2018માં 50કરોડની વાર્ષિક આવક સાથે 14મા ક્રમે હતા. ચેન્નાઈના પોશ ગાર્ડન વિસ્તારમાં રજનીકાંતની એક મોટી હવેલી છે, જ્યાં શહેરના મોટા ભાગના અગ્રણી ઉદ્યોગસાહસિકો, રાજકારણીઓ, અભિનેતાઓ અને અન્ય શ્રીમંત વ્યક્તિઓ રહે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રોપર્ટીની કિંમત 35 કરોડ રૂપિયા છે. તેમની પત્ની લતાની માલિકીની શાળામાં અભિનેતાનો પણ હિસ્સો છે.

મોંઘી કારના શોખીન

રજનીકાંત મોંઘી કારોના ખૂબ જ ચાહક છે. તેમની પાસે 16.5 કરોડની કિંમતની રોલ્સ રોયસ ફેન્ટમ અને 6 કરોડની કિંમતની રોલ્સ રોયસ ઘોસ્ટ છે. અભિનેતા પાસે BMW X5 પણ છે જેની કિંમત 67.90 લાખથી શરૂ થાય છે અને 1.77 કરોડ સુધી જઈ શકે છે, 2.55 કરોડની મર્સિડીઝ-બેન્ઝ જી વેગન, 3.10 કરોડની કિંમતની લેમ્બોર્ગિની ઉરુસ અને પ્રીમિયર પદ્મિની, ટોયોટા ઈનોવા અને હિન્દુસ્તાન મોટર્સ એમ્બેસેડર છે.