અપડેટ@દેશ: બ્રિટનમાં બાળકોને માતા-પિતાથી અલગ કરતા રમખાણો, પોલીસનાં વાહનો પર પથ્થરમારો, બસને આગ ચાંપી
પોલીસનાં વાહનો પર પથ્થરમારો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં હિંસાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર હિંસા જોવા મળી રહી છે. યુનાઇટેડ કિંગડમ (યુકે)ના લીડ્ઝ શહેરમાં ગઇકાલે રાત્રે રમખાણો થયાં હતાં. શહેરમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આતંક મચાવ્યો હતો. લોકોએ બસને આગ ચાંપી દીધી હતી. પોલીસનાં વાહનો પર પણ હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી ઘટનાના વીડિયોમાં લોકોની ભીડમાં બાળકો પણ જોઈ શકાય છે.
આ રમખાણોનું કારણ સ્થાનિક ચાઈલ્ડ કેર એજન્સી તરફથી બાળકોને તેમનાં માતા-પિતાથી અલગ કરીને બાળસંભાળ ગૃહોમાં રાખવાનું હોવાનું કહેવાય છે. જેના વિરોધમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે.
વેસ્ટ યોર્કશાયર પોલીસનું કહેવું છે કે લીડ્ઝના હેરહિલ્સ વિસ્તારમાં લુક્સર સ્ટ્રીટ પર ગુરુવારે સ્થાનિક સમય પ્રમાણે 5 વાગ્યે લોકોની ભીડ એકઠી થવા લાગી હતી. જેમાં કેટલાંક બાળકો પણ સામેલ હતાં. પરંતુ તરત જ ભીડ ગુસ્સે થઈ ગઈ અને થોડી જ વારમાં તોફાનો ફાટી નીકળ્યાં.