અપડેટ@ઉત્તરાખંડ: ચમોલીમાં અચાનક વાદળ ફાટ્યું, હિમાચલમાં 419 લોકોના મોત, 7 લોકો ગુમ
ત્રીજા દિવસે 2,500 પ્રવાસીઓ મસૂરીમાં ફસાયા હતા.
Sep 18, 2025, 09:53 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તરાખંડમાં બીજા દિવસે પણ વાદળ ફાટ્યું. ગઇકાલ રાત્રે ચમોલી જિલ્લાના નંદનગર ઘાટ વિસ્તારમાં વાદળ ફાટ્યું. કુંત્રી લંગાફલી વોર્ડમાં 6 ઘર કાટમાળ નીચે દટાઈ ગયા હતા. 7 લોકો ગુમ છે. 2 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
16 સપ્ટેમ્બરના રોજ, દહેરાદૂનમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. દહેરાદૂનથી મસૂરી સુધીના 35 કિલોમીટરના પટ્ટાને ઘણી જગ્યાએ નુકસાન થયું હતું. પરિણામે 3 દીવસે 2,500 પ્રવાસીઓ મસૂરીમાં ફસાયા હતા.
આ સિઝનમાં હિમાચલ પ્રદેશમાં વરસાદ, પૂર, ભૂસ્ખલન અને અચાનક પૂરના કારણે 419 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ બંનેને હાઇ એલર્ટ પર રાખ્યા છે.