અપડેટ@દિલ્હી: 3 કોર્ટ અને 2 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો વધુ વિગતે

દિલ્હી પોલીસે બધી કોર્ટ ખાલી કરાવી અને તપાસ શરૂ કરી છે.
 
અપડેટ@દિલ્હી: 3 કોર્ટ અને 2 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિલ્હીમાં અવાર-નવાર ધમકી ભર્યા કોલ આવતા હોય છે. ફરી એકવાર દિલ્હીની 3 જિલ્લા કોર્ટ અને 2 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સાકેત કોર્ટ, પટિયાલા હાઉસ કોર્ટ અને દ્વારકા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ, દિલ્હી પોલીસે બધી કોર્ટ ખાલી કરાવી અને તપાસ શરૂ કરી છે.

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ધમકીભર્યો ઈમેલ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ઈમેલ એડ્રેસ પરથી મોકલવામાં આવ્યો હતો. આ પછી, બોમ્બ સ્ક્વોડ ત્રણેય કોર્ટ કેમ્પસની તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે NIA આજે દિલ્હી લાલ કિલ્લાના કાર બોમ્બ બ્લાસ્ટના આરોપી જસીર બિલાલ વાનીને પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરવાનો છે. આ ઇમેઇલ તેના થોડા સમય પહેલા સવારે 11 વાગ્યે મોકલવામાં આવ્યો હતો.

આજે સવારે CRPFની 2 સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. એક અજાણ્યા વ્યક્તિએ પોલીસને ફોન કરીને દાવો કર્યો હતો કે કેમ્પસમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે.

સવારે 9 વાગ્યાની આસપાસ પ્રશાંત વિહાર અને દ્વારકાની સ્કૂલોને ફોન આવ્યા બાદ, ટીમો બંને સ્થળોએ પહોંચી ગઈ અને સાવચેતીના પગલા તરીકે સ્કૂલો ખાલી કરાવવામાં આવી હતી.