અપડેટ@દેશ: ટ્રમ્પે સૌપ્રથમ ફોન પર પ્રધાનમંત્રી મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ 75મા જન્મદિવસ છે.પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ 75 વર્ષના થયા. વડાપ્રધાનને ગણા લોકોએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌપ્રથમ ફોન પર પ્રધાનમંત્રી મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે ટ્રમ્પે મંગળવારે રાત્રે 10:53 વાગ્યે તેમને ફોન કર્યો હતો. ટ્રમ્પે રાત્રે 11:30 વાગ્યે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પીએમ સાથેની વાતચીત વિશે માહિતી આપી હતી.
ટ્રમ્પે લખ્યું, 'મારા મિત્ર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હમણાં જ ખૂબ સરસ ફોન પર વાતચીત થઈ. મેં તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી! તેઓ ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે. નરેન્દ્ર, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવામાં તમારા સહયોગ બદલ આભાર.'
પીએમ મોદીએ X પર લખ્યું, 'મારા મિત્ર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તમારા ફોન કોલ અને મારા 75મા જન્મદિવસ પર અભિનંદન બદલ આભાર. તમારી જેમ, હું પણ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ તરફની તમારી પહેલને સમર્થન આપીએ છીએ.'