અપડેટ@દેશ: યુએસ શોર્ટ-સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ બંધ કરી, જાણો વધુ વિગતે
સ્થાપકે કહ્યું- જે વિચારો પર કામ કરી રહ્યા હતા તે પૂર્ણ થતાં જ તેને બંધ કરવાની યોજના હતી
Jan 16, 2025, 09:44 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક કંપનીઓ બંધ થતી હોય છે. યુએસ શોર્ટ-સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ બંધ થઈ રહી છે. કંપનીના ફાઉન્ડર નાથન એન્ડરસને બુધવારે મોડી રાત્રે આ જાહેરાત કરી.
તેમણે કહ્યું કે કંપનીને બંધ કરવાનો નિર્ણય ઘણી ચર્ચા અને વિચારણા પછી લેવામાં આવ્યો છે. જો કે, એન્ડરસને કંપની બંધ કરવાનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નહોતું. હિન્ડેનબર્ગ રિસર્ચ 2017માં શરૂ કરવામાં આવી હતી.
હિંડનબર્ગ રિસર્ચના અહેવાલોને કારણે ભારતના અદાણી ગ્રુપ અને ઇકાન એન્ટરપ્રાઇઝ સહિત અનેક કંપનીઓને અબજો ડોલરનું નુકસાન થયું. ઓગસ્ટ 2024માં હિન્ડનબર્ગે તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના વડા માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચનો અદાણી ગ્રુપ સાથે જોડાયેલી ઓફશોર કંપનીમાં ભાગીદારી છે.