અપડેટ@દેશ: લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થીઓએ ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
 
અપડેટ@દેશ: લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે હિંસક વિરોધ પ્રદર્શ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં વિરોધ પ્રદર્શનની ઘટનાઓ આવર-નવાર સામે આવતી હોય છે. લેહમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે હિંસક વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં. વિદ્યાર્થીઓની પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણ થઈ. વિદ્યાર્થીઓએ ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. વિદ્યાર્થીઓએ CRPF વાહનને પણ આગ ચાંપી દીધી.

આ વિદ્યાર્થીઓ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. 15 દિવસથી ભૂખહડતાળ પર છે. અધૂરી માગણીઓના વિરોધમાં પ્રદર્શનકારીઓએ આજે ​​બંધનું એલાન આપ્યું હતું. લોકોએ વાંગચુકના સમર્થનમાં રેલી કાઢી હતી.