અપડેટ@વર્લ્ડ: અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધમાં 140 સૈનિકો ઘાયલ, 7ના મોત, જાણો સમગ્ર ઘટના
ઇરાનનું કહેવું છે કે તેના દેશમાં થયેલા હુમલાઓમાં લગભગ 8000 ઘરને નુકસાન થયું છે અને 1300થી વધુ લોકોનાં મોત થયા છે.
Mar 11, 2026, 10:41 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ઇરાન યુદ્ધનો આજે 12મો દિવસ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 140 અમેરિકી સૈનિકો ઘાયલ થયા છે, જ્યારે 7 સૈનિકોના મોતની પુષ્ટિ થઈ છે.
ઇરાનનું કહેવું છે કે તેના દેશમાં થયેલા હુમલાઓમાં લગભગ 8000 ઘરને નુકસાન થયું છે અને 1300થી વધુ લોકોનાં મોત થયા છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ઇરાનના રાજદૂત અમીર સઈદ ઇરાવાની અનુસાર, દેશમાં લગભગ 9600 નાગરિક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા. જેમાં ઘરો ઉપરાંત બજાર, હોસ્પિટલ, મેડિસિન સેન્ટર્સ અને શાળાઓ પણ સામેલ છે.
આ દરમિયાન ઇરાને એવો પણ દાવો કર્યો છે કે તેણે ઇઝરાયલના ઘણા શહેરો પર મિસાઈલ હુમલા કર્યા છે. ઇરાન અનુસાર, હાઈફા, યરુશલમ અને તેલ અવીવને નિશાન બનાવવામાં આવ્યા.

