અપડેટ@વર્લ્ડ: નેપાળમાં આવેલા પૂરના કારણે ભારે તબાહી મચી, 17નાં મોત, 384 ગુમ

105 ભારતીય નાગરિકો પણ સામેલ છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

તિબેટમાંથી આવેલા અચાનક પૂરને કારણે નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી છે. ભોટેકોશી નદીનું જળસ્તર અચાનક વધવાને કારણે ટિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાં અનેક ઘરોને નુકસાન થયું છે. પૂરની ચપેટમાં રસૂવાનો એક હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પણ આવી ગયો અને તે વહી ગયો.

ન્યૂઝ એજન્સી AP અનુસાર, અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. પૂર પછી ભારે સંખ્યામાં લોકો ગુમ છે. નેપાળના પર્યટન વિભાગ અનુસાર, 384 લોકોનો પત્તો નથી. આમાં 291 વિદેશી પર્યટકો છે જેમાં 105 ભારતીય નાગરિકો પણ સામેલ છે.