અપડેટ@વર્લ્ડ: ઈરાનમાં સીઝફાયરની જાહેરાતના ગણતરીના કલાકો બાદ હુમલો થયો

સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 10 વાગ્યે હુમલા બાદ રિફાઈનરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી.
 
અપડેટ@વર્લ્ડ: ઈરાનમાં સીઝફાયરની જાહેરાતના ગણતરીના કલાકો બાદ હુમલો થયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઈરાનમાં સીઝફાયરની જાહેરાતના ગણતરીના કલાકો બાદ હુમલો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે ઈરાનના લવન આઈલેન્ડ પર આવેલી ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવવામાં આવી હતી. સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 10 વાગ્યે હુમલા બાદ રિફાઈનરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી.

આ દરમિયાન કુવૈતે પણ દાવો કર્યો છે કે સીઝફાયર હોવા છતાં ઈરાન તરફથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. કુવૈતના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ સઉદ અબ્દુલઅઝીઝ અલ-ઓતૈબીના જણાવ્યા અનુસાર, સવારથી અત્યાર સુધીમાં 28 ઈરાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે.

અલ-ઓતૈબીના જણાવ્યા મુજબ, કેટલાક ડ્રોન દેશના દક્ષિણ ભાગ સુધી પહોંચ્યા અને મહત્વના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ ઠેકાણાઓમાં ઓઈલના મોટા પ્લાન્ટ, પાવર સ્ટેશનો અને પાણીના ડીસેલિનેશન પ્લાન્ટનો સમાવેશ થાય છે, જેની સાથે જોડાયેલી સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે આજે લગભગ 40 દિવસ પછી 2 અઠવાડિયાના સીઝફાયર પર સહમતિ બની છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ નિર્ણય પાકિસ્તાની PM શહેબાઝ શરીફ અને આર્મી ચીફની અપીલ બાદ લેવામાં આવ્યો છે.