અપડેટ@વર્લ્ડ: ઈરાનના બુશેહરમાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પાસે હુમલો, જાણો સમગ્ર ઘટના વિશે

પ્લાન્ટ પાસે એક પ્રોજેક્ટાઈલ પડ્યું હતું, જેના કારણે એક સુરક્ષા કર્મચારીએ જીવ ગુમાવ્યો હતો.
 
અપડેટ@વર્લ્ડ: ઈરાનના બુશેહરમાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પાસે હુમલો, જાણો સમગ્ર ઘટના વિશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમેરિકા ઇઝરાયલ-ઇરાન વચ્ચે કેટલાક સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે.ઈરાનના બુશેહરમાં આજે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પાસે હુમલો થયો છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અહેવાલો મુજબ, પ્લાન્ટ પાસે એક પ્રોજેક્ટાઈલ પડ્યું હતું, જેના કારણે 1 સુરક્ષા કર્મચારીએ જીવ ગુમાવ્યો હતો.

બીજી તરફ, ઈઝરાયલે ઈરાનના દક્ષિણ ખુઝેસ્તાન પ્રાંતમાં મહશહર પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન પર હુમલો કર્યો છે. ફાર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં અનેક વિસ્ફોટો થયા હતા, જે બાદ ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા.

ઈઝરાયલના સુરક્ષા સૂત્રોએ પણ પુષ્ટિ કરી છે કે આ હુમલા તેની વાયુસેના દ્વારા કરવામાં આવ્યા છે. આ હુમલામાં ત્રણ કંપનીઓને નિશાન બનાવવામાં આવી હતી. અહેવાલ મુજબ, હુમલામાં પાંચ લોકો ઘાયલ થયા છે.