અપડેટ@વર્લ્ડ: ઈરાનની રાજધાની તેહરાનમાં પેલેસ્ટાઈન સમર્થક 'અલ-કુદ્સ ડે' રેલી પાસે વિસ્ફોટ
આ વિસ્ફોટમાં કેટલા લોકો જાનહાનિ પામ્યા છે, તેની અત્યારે સ્પષ્ટ જાણકારી મળી નથી.
Mar 13, 2026, 15:53 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેય હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે.અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 14મો દિવસ છે. ઈરાનની રાજધાની તેહરાનમાં પેલેસ્ટાઈન સમર્થક 'અલ-કુદ્સ ડે' રેલી પાસે વિસ્ફોટ થયો છે. ઈરાનની સરકારી ટીવીના જણાવ્યા મુજબ, રેલીના વિસ્તારમાં એકસાથે અનેક બ્લાસ્ટના અવાજ સાંભળવા મળ્યો હતો.
આ વિસ્ફોટમાં કેટલા લોકો જાનહાનિ પામ્યા છે, તેની અત્યારે સ્પષ્ટ જાણકારી મળી નથી. અલ-કુદ્સ ડે દર વર્ષે રમઝાનના છેલ્લા શુક્રવારે મનાવવામાં આવે છે. આ દિવસ પેલેસ્ટાઈનના સમર્થન અને જેરૂસલેમના મુદ્દે વિરોધ પ્રદર્શનો માટે જાણીતો છે.
તેહરાનમાં પ્રદર્શન દરમિયાન લોકોએ અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓએ ટ્રમ્પ અને નેતન્યાહુના પૂતળા પણ સળગાવ્યા હતા. આ દરમિયાન જ વિસ્ફોટની ઘટના બની હતી.

