અપડેટ@વર્લ્ડ: બેંગકોકમાં એક બારમાં અચાનક આગ ભભૂકી, 27 લોકો જીવતા ભડથું

જ્યારે 63 લોકો ઘાયલ થયા હતા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બેંગકોકના પબમાં આગ અચાનક આગ લાગી હતી. 27 લોકો જીવતાં ભડથું થયા.પાર્ટી કરી રહેલા 60થી વધુ લોકો ઘાયલ. જીવ બચાવવા માટે લોકો ટોયલેટમાં સંતાયા.

થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ગઇકાલે રાત્રે એક બારમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા હતા, જ્યારે 63 લોકો ઘાયલ થયા હતા. થાઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ લાગવાનું કારણ વીજળીના સિસ્ટમમાં ખામી હોઈ શકે છે.

તમામ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આગ લાગવાના કારણની તપાસ હજુ ચાલુ છે. ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું કે તેમને રાત્રે 12 વાગ્યે આગ લાગવાની જાણ થઈ હતી. લગભગ 30 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઇમારતનો મોટો ભાગ બળી ગયો હતો.

ઘટનાસ્થળે હાજર એક સંગીતકારે જણાવ્યું કે વીજળી જવાથી થોડા સમય પહેલા સ્ટેજ પાસે લાગેલા સર્કિટ બ્રેકરમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો. ત્યારબાદ એક ધડાકાનો અવાજ આવ્યો અને જોતજોતામાં આખા પબમાં ધુમાડો ભરાઈ ગયો.

તેમણે જણાવ્યું કે ઘણા લોકો જીવ બચાવવા માટે ઇમારતના પાછળના ભાગમાં આવેલા ટોયલેટમાં ઘૂસી ગયા હતા, જ્યાં શ્વાસ રૂંધાવાથી તેમનું મોત થયું હતું. થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચાર્નવીરાકુલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે તમામ મૃતદેહો મળી આવ્યા છે.