અપડેટ@વર્લ્ડ: ઈરાનમાં ગેસ પ્લાન્ટ અને પાઈપલાઈન પર અચાનક હુમલો થયો, જાણો સમગ્ર ઘટના
ઇરાનમાં અનેક સ્થળોએ એનર્જી સ્ટ્રક્ચર પર હુમલો કરવામાં આવ્યો હતો.
Mar 24, 2026, 16:24 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકા-ઇઝરાયલ-ઇરાન વચ્ચેય ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આજે અમેરિકા-ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો 25મો દિવસ છે. મંગળવારે ઇરાનમાં અનેક સ્થળોએ એનર્જી સ્ટ્રક્ચર પર હુમલો કરવામાં આવ્યો હતો.
મીડિયા અહેવાલો અનુસાર, ઇરાનના શહેર ઇસ્ફહાનમાં એક ગેસ પ્લાન્ટ અને ગેસ કંટ્રોલ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું હતું. ખોરમશહરમાં એક પાવર પ્લાન્ટ અને તેની ગેસ પાઇપલાઇન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
દરમિયાન લેબનોનમાં ઇરાન તરફી આતંકવાદી જૂથ હિઝબુલ્લાહે આજે પાંચ ઇઝરાયલી લક્ષ્યો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા. હિઝબુલ્લાહે કહ્યું હતું કે તેણે ઇઝરાયલી લશ્કરી થાણા, રડાર અને તોપખાનાને નિશાન બનાવ્યા હતા.

