અપડેટ@વર્લ્ડ: ઈરાનનો ઇઝરાયલ પર 4 બેલેસ્ટિક મિસાઈલથી હુમલો, 300 લોકો ઘાયલ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઈરાને ઈઝરાયલ પર 4 બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. ઈરાને શનિવારથી ઈઝરાયલ પર હુમલા તેજ કરી દીધા છે. ગઈકાલે રાત્રે ઈરાને ઈઝરાયેલના બે શહેરો પર હુમલો કર્યો હતો.
ઈઝરાયલનો મોટો ન્યુક્લિયર પ્લાન્ટ આવેલો છે. આ હુમલાઓમાં 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલી વિદેશ મંત્રાલય અને સ્વાસ્થ્ય સેવાઓના જણાવ્યા અનુસાર, ઘાયલોમાં બાળકો પણ સામેલ છે.
ઈરાન તરફથી આ હુમલાઓ ટ્રમ્પની ધમકી બાદ વધ્યા છે. હકીકતમાં, ટ્રમ્પે ધમકી આપતા કહ્યું કે જો 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રવિવારે લખ્યું, ‘જો ઈરાન 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટને ખોલતું નથી, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે અને તેમને તબાહ કરી દેશે અને શરૂઆત સૌથી મોટા પ્લાન્ટથી થશે.'

