અપડેટ@વર્લ્ડ: ઇરાને બહેરીનની સરકારી તેલ રિફાઇનરી BAPCO પર મિસાઇલથી હુમલો કર્યો

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓ બાદ ઇરાને ખાડી ક્ષેત્રમાં જવાબી કાર્યવાહી તેજ કરી દીધી છે.
 
અપડેટ@વર્લ્ડ: ઇરાને બહેરીનની સરકારી તેલ રિફાઇનરી BAPCO પર મિસાઇલથી હુમલો કર્યો. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેય હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે.અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 7 દિવસ છે. ઇરાને ગુરુવારે બહેરીનની સરકારી તેલ રિફાઇનરી BAPCO પર મિસાઇલથી હુમલો કર્યો. જેના કારણે રિફાઇનરીના એક યુનિટમાં આગ લાગી ગઈ. જોકે, બાદમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

બહેરીનના રાષ્ટ્રીય સંચાર કેન્દ્ર અનુસાર, BAPCO એનર્જીસની આ રિફાઇનરી દેશના પૂર્વીય કિનારે આવેલા સિત્રા દ્વીપમાં છે. તે રાજધાની મનામાની દક્ષિણમાં આવેલું છે.

અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી અને રિફાઇનરીનું સંચાલન સામાન્ય રીતે ચાલુ છે. હાલ હુમલાથી થયેલા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓ બાદ ઇરાને ખાડી ક્ષેત્રમાં જવાબી કાર્યવાહી તેજ કરી દીધી છે. ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે ઊર્જા માળખાને નિશાન બનાવવાથી વૈશ્વિક તેલ બજાર પર પણ અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.