અપડેટ@વર્લ્ડ: ઈરાનના સૌથી શક્તિશાળી અધિકારી લારીજાનીનું મોત, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેય હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં ભારે નુકશાન થયું છે. ઘણા લોકોના મોત નીપજ્યા છે. યુદ્ધનિ અસર આજુબાજુના દેશો પર જોવા મળી રહી છે.અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધનો આજે 19મો દિવસ છે. ઇઝરાયલના હુમલામાં ગઈકાલે ઇરાનના સિક્યુરિટી ચીફ લીડર અલી લારીજાની અને તેમના પુત્રનું મૃત્યુ થયું છે. ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ તેની પુષ્ટિ કરી છે.
IRGCએ આ પછી ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં 100થી વધુ સ્થળોએ મિસાઈલ હુમલો કર્યો. ઇરાનનું કહેવું છે કે આ હુમલો લારીજાની, તેમના પુત્ર અને બસીજ પેરામિલિટરી ફોર્સના કમાન્ડર ઘોલામરેઝા સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે.
ઇરાને એવો પણ દાવો કર્યો કે ઇઝરાયલની મજબૂત ડિફેન્સ સિસ્ટમ આ હુમલાને રોકી શકી નહીં. જ્યારે ઇઝરાયલનું કહેવું છે કે મિસાઈલનો કાટમાળ પડવાથી એક મહિલાનું મૃત્યુ થયું છે.
ઈરાનના સુરક્ષા પ્રમુખ નેતા અલી લારીજાનીની તસવીર. તેમણે આ વાત પર નિરાશા વ્યક્ત કરી હતી કે જ્યારે ઈરાન પર હુમલો થયો, ત્યારે મુસ્લિમ દેશો તરફથી તેને અપેક્ષા મુજબ સમર્થન મળ્યું નહીં.

