અપડેટ@વર્લ્ડ: ઇઝરાયલનો પેલેસ્ટિનિયન રેફ્યુજી કેમ્પ પર હુમલો કર્યો, જાણો વધુ વિગતે
આ હુમલો બેદ્દાવી રેફ્યુજી કેમ્પમાં થયો હતો, જેને ઉત્તર લેબનોનનો સૌથી મોટો પેલેસ્ટિનિયન શરણાર્થી કેમ્પ માનવામાં આવે છે.
Mar 5, 2026, 08:44 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 6 દિવસ છે. આ દરમિયાન ઇઝરાયલે લેબનોનના ત્રિપોલી શહેરમાં આવેલા પેલેસ્ટિનિયન શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો છે. રિપોર્ટ અનુસાર, આ હુમલો બેદ્દાવી રેફ્યુજી કેમ્પમાં થયો હતો, જેને ઉત્તર લેબનોનનો સૌથી મોટો પેલેસ્ટિનિયન શરણાર્થી કેમ્પ માનવામાં આવે છે.
આ દરમિયાન ઈરાને ઈઝરાયલને કડક ચેતવણી આપી છે. એક ઈરાની સૈન્ય અધિકારીએ કહ્યું કે જો અમેરિકા અને ઈઝરાયલ ઈરાનમાં સત્તા પરિવર્તનનો પ્રયાસ કરશે તો ઈરાન ઈઝરાયલના ડિમોના ન્યુક્લિયર સેન્ટરને નિશાન બનાવી શકે છે.
ઈરાની ન્યૂઝ એજન્સી અનુસાર, અધિકારીએ કહ્યું કે આવી કોઈ પણ કાર્યવાહીના કિસ્સામાં દક્ષિણ ઇઝરાયલમાં સ્થિત આ પરમાણુ કેન્દ્ર પર હુમલો કરી શકાય છે.

