અપડેટ@વર્લ્ડ: ઇઝરાયલે ઇરાન પર મોટો હુમલો કર્યો, તહેરાન સહિત અનેક શહેરોમાં મિસાઈલથી હુમલો

હુમલા બાદ ઇરાને તમામ ફ્લાઇટ્સ રોકી દીધી છે અને એરસ્પેસ સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યું છે. 
 
અપડેટ@વર્લ્ડ: ઇઝરાયલે ઇરાન પર મોટો હુમલો કર્યો, તહેરાન સહિત અનેક શહેરોમાં મિસાઈલથી હુમલો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે  યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઇઝરાયલે ઇરાન પર મોટો હુમલો કર્યો છે. ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હુમલો કર્યો છે. ભારતીય સમય મુજબ શનિવારે સવારે થયેલા આ હુમલા બાદ શહેરોમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ઇઝરાયલી હુમલા બાદ ઇરાની સુપ્રીમ લીડર ખામેનેઈને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે ઇરાન પર હુમલાની જાણકારી આપતા તેને ‘પ્રિવેન્ટિવ એટેક’ ગણાવ્યો છે. તેહરાન સહિત અનેક શહેરોમાં ધમાકા સંભળાયા છે અને હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે.

હુમલા બાદ ઇરાને તમામ ફ્લાઇટ્સ રોકી દીધી છે અને એરસ્પેસ સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યું છે. અહીં ઇઝરાયલમાં પણ એર એટેકના સાયરન સંભળાઈ રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.