અપડેટ@વર્લ્ડ: લેબનોનમાં ઇઝરાયલી હુમલાથી એક દિવસમાં 254 લોકોના મોત, 1165થી વધુ ઘાયલ, જાણો વધુ વિગતે

 દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લેબનોનમાં ઇઝરાયલના હુમલામાં એક જ દિવસમાં 254 લોકોનાં મોત થયા છે, જ્યારે 1165થી વધુ લોકો ઘાયલ થયા છે. આ પછી દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

લેબનોનના વડાપ્રધાન નવાફ સલામે કહ્યું કે તેઓ દેશના તમામ રાજકીય અને રાજદ્વારી સંસાધનો એકત્ર કરીને ઇઝરાયલી હુમલાઓને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી રકાન નાસેરદ્દીને આંતરરાષ્ટ્રીય મદદની અપીલ કરી છે. મોટી સંખ્યામાં ઘાયલોની સારવારથી સ્વાસ્થ્ય વ્યવસ્થા પર ભારે દબાણ છે.

આ દરમિયાન યુદ્ધવિરામને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું કે લેબનોન આ કરારમાં સામેલ નથી. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું, “અમે આવું કોઈ વચન આપ્યું ન હતું.”

જ્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે અમેરિકાએ નક્કી કરવું પડશે કે તે યુદ્ધવિરામ લાગુ કરે છે કે ઇઝરાયલ દ્વારા યુદ્ધ ચાલુ રાખે છે, કારણ કે બંને સાથે ચાલી શકે નહીં.