અપડેટ@વર્લ્ડ: ઇઝરાયલ-ઇરાન યુદ્ધઃ PAKમાં 34 પ્રદર્શનકારીઓનાં મોત, જાણો સમગ્ર મામલો

યુદ્ધને કારણે પશ્ચિમ એશિયાના 8 દેશોએ એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધા છે. 28
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમેરિકા, ઇઝરાયલ-ઇરાન વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે.અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઇરાને દુનિયાનો સૌથી મહત્વનો હોર્મુઝ રૂટ બંધ કરી દીધો છે. જેના કારણે ભારતીય ધ્વજવાળા 37 જહાજો અને તેમાં સવાર 1,109 ભારતીય નાવિકો હાલમાં ફારસની ખાડી અને ઓમાનની ખાડીમાં ફસાયેલા છે.

યુદ્ધને કારણે પશ્ચિમ એશિયાના 8 દેશોએ એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધા છે. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં ભારતીય એરલાઇન્સે 1,117 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી છે. જેના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે.

ખામેનીના મૃત્યુના થોડા જ કલાકોમાં, પાકિસ્તાનમાં હજારો ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા. તેઓએ કરાચીમાં US કોન્સ્યુલેટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી વિસ્તારની બહાર પોલીસ સાથે અથડામણ કરી. સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 34 લોકો માર્યા ગયા. 120 થી વધુ લોકો ઘાયલ થયા છે.