અપડેટ@વર્લ્ડ: ઇઝરાયલ-ઇરાન યુદ્ધ; દુબઈમાં બુર્જ ખલીફા નજીક હુમલો, એરપોર્ટ બંધ, વિશ્વભરની ફ્લાઈટ્સ પર અસર; જાણો વધુ વિગતે

એરપોર્ટ બંધ, વિશ્વભરની ફ્લાઈટ્સ પર અસર; એર ઇન્ડિયાની લંડન, ટોરોન્ટો, પેરિસ, શિકાગોની ફ્લાઇટ્સ રદ
 
અપડેટ@દુબઈ: ઇઝરાયલ-ઇરાન યુદ્ધ; દુબઈમાં બુર્જ ખલીફા નજીક હુમલો, એરપોર્ટ બંધ, વિશ્વભરની ફ્લાઈટ્સ પર અસર; જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઇઝરાયલ-ઇરાન યુદ્ધ વચ્ચે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ ઝડપથી બગડી છે, જેની અસર દુબઈથી લઈને ભારત સુધી જોવા મળી રહી છે. દુબઈની પ્રખ્યાત ઇમારત બુર્જ ખલીફા નજીક ડ્રોન હુમલો થયો. આ ઉપરાંત દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ મિસાઈલ એટેક થયો છે. જેમાં 4 લોકો ઘાયલ થયાના અહેવાલો મળી રહ્યા છે. આ એરપોર્ટ પર જ ભારતીય શટલર પી વી સિંધુ પણ ફસાઈ છે. તેણે જ એક ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે તેઓ સલામત છે.

સાવચેતીના ભાગરૂપે બુર્જ ખલીફાને ખાલી કરાવવામાં આવ્યું અને તેની લાઇટ્સ બંધ કરી દેવામાં આવી. હુમલા બાદ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અલ મકતૂમ એરપોર્ટ પર ફ્લાઇટ્સનું સંચાલન આગામી આદેશ સુધી રોકી દેવામાં આવ્યું.

ઘણા દેશોએ તેમનો એરસ્પેસ અસ્થાયી રૂપે બંધ કરી દીધો, જેના કારણે વિશ્વભરની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ. એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે 1 માર્ચના રોજ લંડન, ટોરોન્ટો, ફ્રેન્કફર્ટ, પેરિસ અને શિકાગો માટેની તેની તમામ નિર્ધારિત ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

DGCA એ પણ એરલાઇન્સને 11 દેશોના એરસ્પેસથી બચવાની સલાહ આપી છે. મુસાફરોને એરપોર્ટ ન જવા અને તેમની એરલાઇન્સ પાસેથી તાજી માહિતી લેવાની સલાહ આપવામાં આ

વી છે.દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અલ મકતૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન આગામી સૂચના સુધી રોકી દેવામાં આવ્યા છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ એરપોર્ટ ન જાય અને લેટેસ્ટ ફ્લાઇટ શેડ્યૂલ અપડેટ માટે સીધા તેમની એરલાઇન્સનો સંપર્ક કરે.

UAE, કતાર, બહેરીન અને કુવૈતે થોડા સમય માટે તેમની એરસ્પેસ બંધ કરી દીધી હતી, જેના કારણે એરલાઇન્સને સાવચેતીના ભાગરૂપે સેવાઓ રદ કરવી, રૂટ બદલવા અથવા સ્થગિત કરવી પડી હતી.

એર ઇન્ડિયાએ જણાવ્યું કે અમે અમારા ફ્લાઇટ ઓપરેશન માટે સુરક્ષા વાતાવરણનું મૂલ્યાંકન કરતા રહીશું અને જરૂરિયાત મુજબ ઓપરેશનને અગાઉથી જ એડજસ્ટ કરીશું.

ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24.com પર ઉપલબ્ધ માહિતી અનુસાર, બોઇંગ 777 એરક્રાફ્ટ દ્વારા સંચાલિત આ ફ્લાઇટ પાંચ કલાકથી વધુ સમય સુધી હવામાં રહી અને એરલાઇને સાઉદી અરેબિયાના એરસ્પેસમાં પ્રવેશ્યા પછી પાછા ફરવાનો નિર્ણય કર્યો.

એર ઇન્ડિયાએ પણ આ અચાનક ઊભી થયેલી પરિસ્થિતિને કારણે યાત્રીઓને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો. આ દરમિયાન, ઇન્ડિગોએ જણાવ્યું કે તે ઇરાન અને તેના એરસ્પેસ સંબંધિત પ્રાદેશિક અપડેટ્સ પર નજીકથી નજર રાખી રહ્યું છે.