અપડેટ@વર્લ્ડ: કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ ‘રાસ લફાન’ પર મિસાઈલ હુમલો, જાણો વધુ વિગતે

હુમલા બાદ ત્યાં ભીષણ આગ લાગી ગઈ હતી અને ઘણું નુકસાન થયું હતું, 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 20મો દિવસ છે. ઈરાને ગઇકાલ રાત્રે કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ ‘રાસ લફાન’ પર મિસાઈલ હુમલો કર્યો હતો. હુમલા બાદ ત્યાં ભીષણ આગ લાગી ગઈ હતી અને ઘણું નુકસાન થયું હતું, જેને કાબૂમાં લેવા માટે તાત્કાલિક ઇમરજન્સી ટીમો મોકલવામાં આવી હતી.

કતારએ આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. કતારના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે ઈરાને “રેડ લાઇન પાર કરી દીધી છે” કારણ કે તેણે સામાન્ય નાગરિકો અને અત્યંત જરૂરી સ્થળોને નિશાન બનાવ્યા છે.

કતારે જણાવ્યું કે આવા હુમલાથી સમગ્ર વિસ્તારમાં સ્થિતિ બગડી શકે છે, તેથી તમામ દેશોએ મળીને તણાવ ઓછો કરવો જોઈએ અને શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

બીજી તરફ, ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનીએ ધમકી આપી છે કે સિક્યુરિટી ચીફ અલી લારીજાનીની હત્યાનો બદલો લેવામાં આવશે. ખામેનીએ ચેતવણી આપી છે કે ‘દરેક લોહીની એક કિંમત હોય છે’.