અપડેટ@વર્લ્ડ: અમેરિકા અને ઈરાન વચ્ચેની ડીલ પર હજુ પણ સસ્પેન્સ યથાવત

દરિયાઈ માર્ગ પર જહાજોની અવરજવર ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમેરિકા અને ઈરાન વચ્ચે કેટલાક સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે.અમેરિકા અને ઈરાન વચ્ચેની ડીલ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે થયેલો કરાર હજુ અંતિમ નથી.

G7 માં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સીસી સાથે મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે હાલમાં માત્ર મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગથયું છે અને હજુ ઘણી બાબતો નક્કી થવાની બાકી છે.

ટ્રમ્પે ચેતવણી આપી કે જો ઈરાન કરારની શરતોનું પાલન નહીં કરે, તો અમેરિકા ફરીથી સૈન્ય કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું, “જો તેઓએ યોગ્ય રીતે વર્તન ન કર્યું, તો અમે ફરીથી બોમ્બ વરસાવીશું.”

ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે ઈરાન સાથેના કરારથી બજારોમાં વિશ્વાસ વધ્યો છે અને તેની અસર દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ આગામી એક-બે દિવસમાં સંપૂર્ણપણે ખુલી જશે. તેમના મતે, દરિયાઈ માર્ગ પર જહાજોની અવરજવર ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે.