અપડેટ@વર્લ્ડ: અમેરિકાએ પ્રથમ વખત લાંબા અંતરની PrSM મિસાઈલો છોડી, જાણો વધુ વિગતે
ઈરાનના ઇઝરાયલ અને ગલ્ફ દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ તેમજ અન્ય સ્થળોએ પણ હુમલા ચાલુ છે.
Mar 5, 2026, 09:06 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઈરાન અમેરિકા-ઈઝરાયલ વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે.ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયલ હુમલાનો આજે 6 દિવસ છે. ઇઝરાયલી અને અમેરિકી સેનાઓએ ગુરુવારે પણ ઈરાનના મહત્વના ઠેકાણાઓ પર મિસાઈલો છોડી હતી. ઈરાનના ઇઝરાયલ અને ગલ્ફ દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ તેમજ અન્ય સ્થળોએ પણ હુમલા ચાલુ છે.
28 ફેબ્રુઆરીએ શરૂ થયેલી આ જંગમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનીનું મૃત્યુ થયું છે. અમેરિકા-ઇઝરાયલ ત્રણ દિવસમાં 2000થી વધુ બોમ્બ ફેંકી ચૂક્યા છે. જેના કારણે ઈરાનમાં 800થી વધુ લોકોના મોત થયા છે, જેમાં 176 બાળકોનો સમાવેશ થાય છે.

