અપડેટ@વર્લ્ડ: અમેરિકાએ ઈરાનના 20 યુદ્ધ જહાજો ડુબાડ્યા, 5000 મિસાઈલ હુમલા કર્યો, 1000થી વધુ લોકો માર્યા ગયા, જાણો વધુ વિગતે

ઇરાને વળતો પ્રહાર કરતા મિડલ ઇસ્ટના 9 દેશોમાં બનેલા અમેરિકી બેઝ પર હુમલો કર્યો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. આજે ઇરાન પર અમેરિકી હુમલાના 100 કલાક પૂરા થયા છે. અત્યાર સુધીમાં આ યુદ્ધમાં 1 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે, ઇઝરાયલ-અમેરિકાએ મળીને 17 ઇરાની જહાજો ડુબાડ્યા.

ઇરાને વળતો પ્રહાર કરતા મિડલ ઇસ્ટના 9 દેશોમાં બનેલા અમેરિકી બેઝ પર હુમલો કર્યો. આ દરમિયાન ઇઝરાયલે લેબનોનના ત્રિપોલી શહેરમાં આવેલા પેલેસ્ટિનિયન શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો છે. રિપોર્ટ અનુસાર, આ હુમલો બેદ્દાવી રેફ્યુજી કેમ્પમાં થયો હતો, જેને ઉત્તરી લેબનોનનો સૌથી મોટો પેલેસ્ટિનિયન શરણાર્થી કેમ્પ માનવામાં આવે છે.

આ દરમિયાન ઇરાને ઇઝરાયલને કડક ચેતવણી આપી છે. એક ઇરાની સૈન્ય અધિકારીએ કહ્યું કે જો અમેરિકા અને ઇઝરાયલ, ઇરાનમાં સત્તા પરિવર્તનનો પ્રયાસ કરશે, તો ઇરાન ઇઝરાયલના ડિમોના ન્યુક્લિયર સેન્ટરને નિશાન બનાવી શકે છે.

ઇરાની ન્યૂઝ એજન્સી ISNA અનુસાર, અધિકારીએ કહ્યું કે આવી કોઈપણ કાર્યવાહીની સ્થિતિમાં દક્ષિણ ઇઝરાયલમાં આવેલા આ પરમાણુ કેન્દ્ર પર હુમલો કરી શકાય છે.અમેરિકાએ ભારતથી પરત ફરી રહેલા એક ઇરાની યુદ્ધ જહાજ IRIS દેના પર શ્રીલંકા નજીક હુમલો કરીને તેને ડુબાડી દીધું છે. હુમલામાં અત્યાર સુધીમાં 87 ઇરાની નૌસૈનિકો માર્યા ગયા છે. આ માહિતી શ્રીલંકા સરકારે આપી છે.

અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે જણાવ્યું કે હિંદ મહાસાગરમાં અમેરિકી સબમરીને ઈરાની જહાજને ટોર્પિડોથી નિશાન બનાવીને ડુબાડી દીધું. શ્રીલંકાની નેવીએ 32 ઘાયલ નૌસૈનિકોને બચાવીને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

જહાજ પર લગભગ 180 નૌસૈનિકો સવાર હતા. ગુમ થયેલા લોકોની શોધ માટે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ ઈરાની યુદ્ધ જહાજ ગયા મહિને ભારતના વિશાખાપટ્ટનમમાં આયોજિત 2026 ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુમાં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું.

શ્રીલંકાના અધિકારીઓએ અલ જઝીરાને જણાવ્યું કે બુધવારે સવારે લગભગ 6 થી 7 વાગ્યાની વચ્ચે મદદ માટે મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ જહાજ દક્ષિણ શ્રીલંકાના ગાલે શહેરથી લગભગ 40 નોટિકલ માઈલ  દૂર હતું.