અપડેટ@વર્લ્ડ: અમેરિકી જહાજ ત્રિપોલીથી 3500 સૈનિકો સાથે મિડલ ઈસ્ટ પહોંચ્યું, જાણો વધુ વિગતે

તેમની સાથે મોટા પાયે લડાકુ વિમાનો અને હથિયારો પણ મોકલવામાં આવ્યા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમેરિકા ઇઝરાયલ-ઇરાન વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાના 3500 વધારાના સૈનિકો મિડલ ઇસ્ટ પહોંચ્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ અનુસાર આ સૈનિકો USS ત્રિપોલી જહાજ દ્વારા આવ્યા છે. આ સૈનિકો 31મી મરીન એક્સપેડિશનરી યુનિટનો ભાગ છે. તેમની સાથે મોટા પાયે લડાકુ વિમાનો અને હથિયારો પણ મોકલવામાં આવ્યા છે.

તે જ સમયે, અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટે કેટલાક અમેરિકી અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે અમેરિકા ઈરાનમાં ઘણા અઠવાડિયા સુધી ચાલનારા જમીની ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન મોટા પાયે નહીં હોય. તેમાં સ્પેશિયલ ફોર્સના દરોડા અને પાયદળ સૈનિકોની કાર્યવાહી શામેલ હોઈ શકે છે. જોકે, આ અંગે ટ્રમ્પ પ્રશાસને હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

બીજી તરફ, ઈરાનના અંગ્રેજી અખબાર તેહરાન ટાઈમ્સે શનિવારે અમેરિકી સૈનિકોની તૈનાતી અંગે કહ્યું છે કે આ સૈનિકો ઈરાનની ધરતી પરથી શબપેટીમાં પાછા ફરશે. અખબારે તેના ફ્રન્ટ પેજ પર લખ્યું - નરકમાં તમારું સ્વાગત છે.