અપડેટ@વર્લ્ડ: અમેરિકાએ ઈરાનમાં લગ્ન સમારોહ પર અચાનક હુમલો કર્યો,5 લોકોના મોત, 50થી વધુ ઘાયલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકાએ ઈરાન પર ફરી એકવાર હુમલો કર્યો છે. US સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જેમાં એર ડિફેન્સ સાઈટ્સ, રડાર સિસ્ટમ, દરિયાઈ ઠેકાણા, માઈન પાથરવાની ક્ષમતા અને કોમ્યુનિકેશન સાઇટ્સ સામેલ છે.
ઈરાનના જણાવ્યા મુજબ, દક્ષિણ ઈરાનના સિરિક વિસ્તારમાં લગ્ન સમારોહ દરમિયાન અમેરિકી હુમલો થયો. જેમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલા પછી સામે આવેલા વીડિયો અને તસવીરોમાં ઘાયલ બાળકો હોસ્પિટલમાં સારવાર લેતા જોઈ શકાય છે.
ઈરાનના ખુઝેસ્તાન પ્રાંતમાં પણ અમેરિકી હુમલામાં 7 લોકો માર્યા ગયા હોવાની અને 8 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. આના જવાબમાં ઈરાને જોર્ડન અને બહરીનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો દાવો કર્યો છે.
આ દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે કોઈ કરારની જરૂર નથી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકાનું હોર્મુઝ સ્ટ્રેટ પર લગભગ પૂર્ણ નિયંત્રણ છે અને ઈરાનની અર્થવ્યવસ્થા ભાંગી પડી રહી છે.

