અપડેટ@વર્લ્ડ: અમેરિકા-ઈરાન કરાર: 6 અબજ ડોલરના ફ્રીઝ ફંડમાંથી જરૂરી સામાન ખરીદશે

ડીલનું ઉલ્લંઘન ન થાય તેના માટે કમિટી દેખરેખ રાખશે

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઈરાન 6 અબજ ડોલરના ફ્રીઝ ફંડમાંથી જરૂરી સામાન ખરીદશે.અમેરિકા પર કરાર તોડવાનો આરોપ. ડીલનું ઉલ્લંઘન ન થાય તેના માટે કમિટી દેખરેખ રાખશે.pઈરાને બુધવારે જણાવ્યું હતું કે અમેરિકા-ઈરાન કરાર હેઠળ મુક્ત થનારી 6 અબજ ડોલરની ફ્રીઝ કરાયેલી સંપત્તિઓનો એક ભાગ આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવામાં ઉપયોગમાં લેવાશે. આ અંગે કતારની રાજધાની દોહામાં યોજાયેલી બેઠકમાં સહમતિ સધાઈ હતી.

ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ જણાવ્યું હતું કે કતારના અધિકારીઓ સાથેની બેઠકમાં નક્કી થયું હતું કે ઈરાન તેની જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ ખરીદશે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે અમેરિકાએ લેબનોનમાં યુદ્ધ રોકવા સહિત કરારની કેટલીક શરતોનું પાલન કર્યું નથી.

બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો હતો કે કરારના ઉલ્લંઘનની દેખરેખ રાખવા માટે ગુરુવાર સુધીમાં એક અલગ સમિતિ બનાવવામાં આવશે, જ્યાં કોઈપણ ઉલ્લંઘનની સત્તાવાર ફરિયાદ નોંધાવી શકાશે.

ગરીબાબાદીએ સ્પષ્ટ કર્યું હતું કે દોહામાં ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિઓ વચ્ચે કોઈ સીધી બેઠક થઈ ન હતી. વાટાઘાટો કતાર અને પાકિસ્તાનની મધ્યસ્થીથી અલગ-અલગ થઈ હતી.