અપડેટ@વર્લ્ડ: ઈરાન પર અમેરિકા-ઈઝરાયલનો હુમલો, 40 વિદ્યાર્થિઓનાં મોત, જાણો વધુ વિગતે
ઈરાને પોતાના પર થયેલા હુમલાઓનો વળતો પ્રહાર શરૂ કરી દીધો છે
Updated: Feb 28, 2026, 18:24 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઇઝરાયલે ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હવાઈ હુમલા કર્યા હતા. દક્ષિણ ઈરાનમાં થયેલા હુમલાઓમાં 40 વિદ્યાર્થિનીઓનાં મોત થયા હતા અને 45 ઘાયલ છે.
ઈરાને પોતાના પર થયેલા હુમલાઓનો વળતો પ્રહાર શરૂ કરી દીધો છે. ઈરાને કતાર, બહેરીન અને કુવૈત જેવા સાત દેશો પર હુમલો કર્યો છે. ઈરાન આ દેશોમાં અમેરિકાના બેઝને નિશાન બનાવી રહ્યું છે. હુમલાઓની તસવીરો ડરાવી દે તેવી છે. તેજ ધડાકા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. રાહદારીઓએ આ હુમલાઓના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર જાહેર કર્યા છે.
ઈરાને જે દેશોને નિશાન બનાવ્યા છે તેમાં કતાર, બહેરીન, કુવૈત, સાઉદી, જોર્ડન અને અબુ ધાબીનો સમાવેશ થાય છે. હુમલાના વીડિયો ખૂબ જ ભયાવહ છે. તેમાં આગના ગોળા અને ધુમાડાને સ્પષ્ટ જોઈ શકાય છે.

