ઉપયોગી@દેશ: IELTS ફક્ત વિદેશ જવા માટે નથી, પાસ કરશો તો અનેક જગ્યાએ કામ આવશે, અગત્યની છે પરિક્ષા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિદેશમાં જવા માટે લોકોએ પરિક્ષા આપવી પડે છે. આ પરિક્ષાનિ સર્ટી ગણી જગ્યાએ લોકોને કામ લાગે છે.લોકોને ખબર જ હશે કે વિદેશ જવા માટે IELTS પરીક્ષા પાસ કરવી જરૂરી છે. સારા બેન્ડ્સ લાવીને વિદેશી કોલેજ અથવા યુનિવર્સીટીઓમાં પ્રવેશ મેળવી શકાય છે. આ પરીક્ષા ઘણા બધા દેશોમાં વેલિડ છેપરંતુ શું તમને ખબર છે આઇલ્સની પરીક્ષા ફક્ત વિદેશ જવા માટે જ નથી. તેને ક્લિયર કરવાના અન્ય ઘણા બધા ફાયદા છે. આજે અમે તમને તેના વિશે જણાવીશુંઆઇલ્સ ક્લિયર કરવાથી તમને નોકરી મળવાના ચાન્સ પણ વધી જાય છે. દુનિયાભરની ઘણી બધી કંપનીઓમાં નોકરી મેળવવા માટે પણ તે એક કામનું પ્રમાણપત્ર છે ઇમિગ્રેશન માટે આ પરીક્ષા પાસ કરવી જરૂરી નથી. પરંતુ તે ક્લિયર કરવાથી તમને વિઝા મળવાના ચાન્સ વધી જાય છે આઇલ્સમાં સારા બેન્ડ્સ લાવવાથી તે ક્લિયર થાય છે કે અંગ્રેજી ભાષા પર તમારી સારી પકડ છે અને તેના કારણે તમને વિઝા અપ્રુવલમાં મદદ મળે છેઆ પરીક્ષા માટે તૈયારી કરવા દરમિયાન તમારી અંગ્રેજી ભાષા અને ગ્રામર પર સારી પકડ આવી જાય છે. આ તમારા ભવિષ્ય માટે ખૂબ ફાયદાકારક છે