ચૂંટણી@દેશ: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની 142 બેઠકો પર આજે વોટિંગ શરૂ

2021ની ચૂંટણીમાં TMCએ 142માંથી 123 બેઠકો પર જીત નોંધાવી હતી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની 142 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થવાનું હતું, પરંતુ સવારે 5.30 વાગ્યાથી જ લોકો બૂથો પર પહોંચવા લાગ્યા હતા.

ઘણી જગ્યાએ લાંબી લાઈન જોવા મળી રહી છે. રાજ્યની ચૂંટણીમાં આવો ટ્રેન્ડ પહેલીવાર જોવા મળી રહ્યો છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં TMCએ આ 142માંથી 123 બેઠકો પર જીત મેળવી હતી.

બીજા તબક્કાની ચૂંટણીમાં સૌથી સખત મુકાબલો ભવાનીપુર બેઠક પર થવાનો છે. આ CM મમતા બેનર્જીની પરંપરાગત બેઠક છે. મમતા વિરુદ્ધ ભાજપના નેતા સુવેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે. સુવેન્દુ 2021માં મમતાને નંદીગ્રામથી હરાવી ચૂક્યા છે.

પહેલા તબક્કાની 152 બેઠકો પર 23 એપ્રિલે રેકોર્ડ 93% મતદાન થયું હતું. 4 મેના રોજ ચૂંટણીના પરિણામો આવશે.